દેશ-વિદેશ
News of Monday, 23rd March 2020

રશિયામાં લોકોને ઘરમાં પુરી રાખવા માટે ફેલાઈ રહેલ મેસેજ સોશિયલ મીડિયામાં બન્યો ચર્ચાનો વિષય

નવી દિલ્હી:  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને એક ચોંકાવનારી બાબત ચર્ચાનો વિષય બની છે.દુનિયાભરના અનેક દેશોના શહેરોને લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર રશિયાનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન લોકોને કોરોના વાયરસના કારણે ઘરોમાં રહેવાની અપીલ કરી રહ્યા છે પરંતુ લોકો માની નથી રહ્યાજેથી તેઓએ ત્યાંના જાહેર રસ્તાઓ પર 800 વાઘ અને સિંહોને છોડી દીધા છે.

                       પુતિનનો મેસેજ અલગ-અલગ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે. લોકો અલગ-અલગ પ્લટફોર્મ પર તેને ધડાધડ શૅર કરી રહ્યા છે. ટ્વિટર પર કોઈએ એક મેસેજ શૅર કરતાં લખ્યું છે કે- પુતિને રશિયાના લોકોને બે વિકલ્પ આપ્યા છે. 1 કે બે સપ્તાહ માટે ઘરોમાં રહો અથવા તો પાંચ વર્ષ માટે જેલમાં રહો. આમાં વચ્ચેનો કોઈ રસ્તો નથી. લોકો ઘરેથી બહાર આવે તેના માટે તેઓએ રસ્તા પર 800 વાઘ અને સિંહને છોડી મૂક્યા છે. હાલમાં મેસેજ ચર્ચાનો વિષય બની ગયો છે શું હકીકત છે કે કોઈ અફવા જાણવા સહુ કોઈમાં કુતુહલ જોવા મળી રહ્યું છે.

(6:00 pm IST)