દેશ-વિદેશ
News of Saturday, 23rd March 2019

અફઘાનિસ્તાનમાં વિસ્ફોટના કારણે ચાર મોતને ભેટ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના દક્ષિણી પ્રાંત હેલમંડનની રાજધાની લશ્કર ગાહમાં શનિવારના રોજ નવા વર્ષ સમારોહ દરમ્યાન થયેલ એક  વિસ્ફોટમાં ઓછામાં ઓછા 4 લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 10 લોકોને ઇજા પહોંચી હોવાની માહિતી મળી રહી છે. એક સ્થાનિક અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ લશ્કર ગાહ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં આજ સવારે કર્મચારી અને સામાન્ય લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યું હતુ એ દરમ્યાન વિસ્ફોટ થયો હતો.

(6:01 pm IST)