દેશ-વિદેશ
News of Saturday, 23rd March 2019

પેટ-સ્ટોરે લખેલું કે ગળાપટ્ટો બાંધેલા કોઇ પણ પાળેલા પ્રાણીને લાવી શકો છો, ભાઇ સાહેબ ૯૦૦ કિલોના સાંઢને લઇ પહોંચ્યા

ન્યુ યોર્ક તા ૨૩ : પાળવા માટે પ્રાણીઓ ખરીદતા હોય, પાળેલા પ્રાણીઓ માટે રોજબરોજની ચીજો અને સર્વિસ જોઇતી હોય તો તો એ માટે અમેરિકામાં પેટકો નામની સ્ટોર રૂમસ છે. ટેકસસમાં આવેલા પેટકો સ્ટોરે એના સ્ટોરની બહાર લખ્યું હતું કે ગળાપટ્ટો બાંધેલા કોઇ પણ પેટ્સ સાથે તમે આ સ્ટોરમાં પધારી શકો છો. સમાન્ય રીતે ગળાપટ્ટો બાંધીને નાના પ્રાણીઓને ફેરવી શકાય, પરંતુ વિન્સેન્ટ બ્રાઉનિંગ અને શેલી લમ્પકિન નામના યુગલને આ સ્ટોરવાળાની મશ્કરી કરવાનું સુઝયું, તેમણે  પોતાના ખેતરમાં પાળેલા  ૯૦૦ કિલોથી  વધુ  વજનના આફ્રિકન  વતુસી  પ્રજાપતિના ઓલિવર નામના સાંઢને તૈયાર કર્યો અને સ્ટોરમાં લઇન ે ઊપડયા. આ સાંઢના શિંગડાનો ફેલાવો લગભગ ચાર ફુટથી વધુનો હોય છે અને કદ કોઇનેય ડરાવી દે એવું જાયન્ટ ઓલિવરને  ગળે સાંકળ બાંધીન ે વિન્સેન્ટભાઇ સ્ટોરમાં લઇ પહોંચ્યા. તેમને હતુંકે કદાચ સ્ટોરનો સ્ટાફ હડબડી જશે અને તેમને આ જાયન્ટ સાંઢને બહાર લઇ જવા કહેશે, પણ એવું જરાય ન થયું. સ્ટાફે આ જાયન્ટ પેટનું પણ  પ્રેમથી સ્વાગત કર્યુ. વિન્સેન્ટની પત્નીએ આ ઘટનાનોવિડીયો લીધો હતો અને ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ પેટકોના એક કર્મચારીનું કહેવું હતું કે, તેમના સ્ટોરમાં ભુંડ, સસલાં, બકરી, બતક, મગર જેવા પ્રાણીઓને લઇન ેલોકો આવે છે, પણ આવું જાયન્ટ પાળતુ  પ્રાણી લઇને પહેલીવાર કોઇ ગેસ્ટ આવ્યા છે.

વિન્સેન્ટના વિડીયોને  ૯.૭૦ લાખથી વધુ વ્યુ મળી ચુકયા છે અને લોકો શાંત સ્વભાવના પહોળા ં શીંગળાવાળા ઓલિવરને પણ લાઇક કરવા લાગ્યા છે. (૩.૬)ઙ્ગ

(3:45 pm IST)