દેશ-વિદેશ
News of Saturday, 23rd March 2019

ઇરાકમાં સાવ નાક વિનાનું બાળક જન્મ્યું, મોં ખોલીને જ શ્વાસ લે છે

બગદાદ તા.૨૩: ઇરાકની રાજધાની બગદાદથી લગભગ ૬૪ કિલોમીટર દૂર ફલુજા ગામમાં એક બાળક જન્મ્યું છે જેના ચહેરા પર નાકનું કાણું જ નથી. ચહેરા પર બે આંખો, બે કાન અને મોં જ છે. નાક અને નસકોરાં છે જ નહીં. એમ છતાં આ બાળક જીવી રહ્યું છે મોંથી શ્વાસ લેવાને કારણે અર્હિનિયા નામની અત્યંત રેર કન્ડિશનથી આ બાળક પીડાય છે. નાક જ ન હોય એવુ જિનેટિકલ ગરબડને આ બાળક પીડાય છે. નાક જ ન હોય એવું જિનેટિકલ ગરબડને કારણે થઇ શકે છે અને અત્યાર સુધીમાં મેડિકલ હિસ્ટરીમાં નાક વિના જન્મ્યાં હોય એવાં બાળકોના કેસ ૧૦૦ થીયે ઓછા હોવાનું નોંધાયુ છે. ફલુજા એ ગામ છે જ્યાં હજી દાયકા પહેલાં યુદ્ધગ્રસ્ત સ્થિતિ હતી. યુદ્ધ દરમ્યાન યુરેનિયમ ધાતુના વિસ્ફોટકો અહીં વપરાયા હતા. આ વિસ્તારમાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થાનું કહેવું છે કે યુદ્ધ બાદ ફલુજા અને એની આસપાસના ગામોમાં જન્મજાત ખોડખાંપણ સાથે જન્મતાં બાળકોની સંખ્યા વધી ગઇ છે. સંસ્થાના દાવા મુજબ અહીં જન્મતાં ૧૫ ટકા બાળકોમાં શારિરીક ખોડખાંપણો જન્મથી જ જોવા મળે છે. જોકે યુદ્ધમાં વપરાયેલા કેમિકલ્સ અને જન્મજાત તકલીફો વચ્ચેના સંબંધ પર વૈજ્ઞાનિકોએ મહોર નથી લગાવી.

(3:44 pm IST)