દેશ-વિદેશ
News of Saturday, 23rd March 2019

દવાઓ કરતા પણ ગુણકારી છે પૌષ્ટિક કેરી

કેરીને ભારતમાં ફળોનો રાજા કહેવામાં આવે છે. ભારતના સ્વાદિષ્ટ રસીલા ફળોમાંથીઆ પૌષ્ટિક ફળ ખુબ જ ફાયદાકારક છે. પાકી કેરી માંથી લોકો મેંગો શેક, આઈસ્ક્રીમ, જામ, જેલી અને અન્ય વ્યંજનો બનાવે છે. આમાં જીંક, પોટેશિયમ, કોપર, સેલેનીયમ વગેરે જેવા પોષક તત્વો મળી આવે છે.

 કેરીમાં ફાઈબર અને વિટામીન-સી યોગ્ય માત્રામાં હોય છે. આ ગ્રંથીમાં થતા કેન્સરથી પણ બચાવે છે.

 દુધમાં કેરીનો રસ મેળવીને પીવાથી શરીરની દુર્બળતા દુર થાય છે.

 એક ગ્લાસ દુધ તથા એક કપ કેરીના રસમાં એક ચમચી મધ નાખીને સવારે-સાંજે પીવાથી લોહિની કમી ઓછી થાય છે.

 કેરીમાં વિટામીન-એ ભરપૂર માત્રામાં હોય છે. જે આંખો માટે વરદાન રૂપ સાબિત થાય છે. આનાથી આંખોની રોશની વધે છે.

 પાકી કેરીમાં ઘણા બધા ઈન્ઝાઈમ્સ હોય છે, ે પ્રોટીન તોડવાનું કામ કરે છે. આનાથી ભોજન સરળતાથી અને જલ્દીથી ડાયજેસ્ટ થઈ જાય છે.

 કેરી ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતામાં વધારો થાય છે.

 ઘણી રીસર્ચમાં એ સાબિત થઈ ચુકયું છે કે કેરી ગરમીમાં થતા સ્ટ્રોકના જોખમ થી બચાવે છે. આ ઉપરાંત આયુર્વેદમાં પણ આને તડકાના પ્રભાવથી બચાવતું ફળ કહેવાયું છે.

(10:41 am IST)