દેશ-વિદેશ
News of Friday, 23rd March 2018

આવતા મહિને પાકિસ્તાન આવી શકે છે મુશર્રફ

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ તાનાશાહ જનરલ પરવેજ મુશર્રફ આવતા મહિને સંયુક્ત અરબ અમિરાતથી સ્વદેશ પાછા આવી શકે છે.પાકિસ્તાની અવામી ઇત્તેહાદના એક નેતાએ આ વાતની જાણકારી આપી છે કે મુશર્રફને દેશદ્રોહના મામલે પકિસ્તાનની કોર્ટની સામે હાજર થવાનું જણાવ્યું હતું મળતી માહિતી મુજબ મેડિકલ તપાસના આધાર પર પાકિસ્તાન છોડવાની અનુમતિ મળ્યા બાદ 74 વર્ષીય પૂર્વ તાનાશાહ ગયા વર્ષે દુબઇ ચાલ્યા ગયા હતા.

(7:33 pm IST)