અપરિણીત યુગલ પર એકાંતમાં મળ્યાની સજા રૂપે નાખવામાં આવ્યો ગટરનો કચરો
જાકાર્તા તા.ર૩ : ઇન્ડોનેશીયાના સુમાત્રા ટાપુના કાયી લી ગામમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડ સાથે એકાંતમાં એક રૂમાં થોડોક સમય ગાળ્યો હતો. એવું સાબિત થતાં સ્થાનિક લોકોએ તેને જાહેર સજા આપી હતી. શરિયા કાનુન મુજબ લગ્ન વિના એકાંતમાં મળવું એ પાપ છે. એટલે ગામ લોકોએ આ બન્નેને ગામના ચોરે બેસાડયા હતા અનેગરટમાં વહેતો નીકળતો કાળા રગડા જેવો કચરો બાલટીઓ ભરી ભરીને તેમના બન્નેના માથે ઠાલવ્યો હતો. જો કે આ ઘટના બની એની ગણતરીની મિનિટોમાં જ પોલીસ ત્યાં પહોંચી જતાં લોકો રફેદફે થઇ ગયા હતા અને પોલીસ યુવક-યુવતીને પોલીસ સ્ટેશન લઇગઇ હતી. તથા ચોખ્ખા પાણીથી નવડાવીને પુછપરછ કરી હતી. વાત એમ હતી કે ૧૮ વર્ષની યુવતી તેના બોયફ્રેન્ડના ઘેર ગઇ હતી અને એ વખતે તેમના ઘરમાં બીજુ કોઇ જ નહોતુ. થોડી જ વારમાં પરિવારજનો આવ્યા ત્યારે તેમને એકલા ઘરમાં જોઇને જબરો ઉહાપોહ થયો હતો.