દેશ-વિદેશ
News of Friday, 23rd February 2018

૧૩૦૦ રૂપિયામાં ખરીદેલી તૂટેલી કીટલી ઓકશનમાં પ.૧૯ કરોડ રૂપિયામાં વેચાઇ

ન્યુયોર્ક તા.ર૩: કયારેક અમસ્તા જ હાથ ચડી ગયેલી અને પહેલી નજરે બહુ કામની ન લાગતી ચીજ પણ ડાયમન્ડમાં ફેરવાઇ શકે છે. અમેરિકાના સ્ટેનફર્ડશરમાં ૧૭૮૦ ના દાયકામાં જોન બાર્ટલામ નામના એક પોટરે ચિનાઇ માટીની આ કીટલી તૈયર કરેલી, જે અમેરિકામાં બનેલી સૌપ્રથમ પોર્સેલિનની ચીજ હતી. અમેરિકામાં બનેલી આ ચીજ અનેક હાથોમાં ફરતા-ફરતાં ઈંગ્લેન્ડના સેલિસબરી ટાઉનમાં એક ભાઇના હાથમાં જઇ પડી. એ કીટલી તેમણે ૧પ પાઉન્ડ એટલે કે લગભગ ૧૩૦૦ રૂપિયામાં ખરીદેલી. કલેર ડરહેમ નામના સિરેમિક એકસપર્ટના હાથમાં એ આવી અને એનો ઇતિહાસ ઉખળ્તાં એ અમેરિકાની પહેલી કીટલી હોવાનું જાણવા મળયું હતું. ઇંગ્લેન્ડના વિલ્ટશરમાં યોજાયેલા ઓકશનમાં ન્યુયોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ અમેરિકાના ખજાનાને પાછો દેશમાં ખેંચી લાવવા માટે આ કીટલીના પ,૧૯ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.

(2:24 pm IST)