દેશ-વિદેશ
News of Saturday, 23rd January 2021

દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં ગર્લફ્રેન્ડ છોડીને ચાલી જતા યુવકને લાગી લોટરી......બદલાઈ ગઈ પ્રેમીની કિસ્મત

નવી દિલ્હી: માનવીનું ભાગ્ય ક્યારે બદલાઈ જાય,તેની કોઈને ખબર હોતી નથી. તેનું લેટેસ્ટ ઉદાહરણ દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગ શહેરમાં જોવા મળ્યું છે, જ્યાં એક વ્યક્તિની ગર્લફ્રેન્ડ તેની છોડીને જતી રહી, તેના કારણે યુવક આખા દિવસો પરેશાન રહ્યો, પરંતુ એ જ દિવસે પ્રેમીની કિસ્મત બદલાઈ અને એ કરોડપતિ બની ગયો. પ્રેમી યુવકને ખુદને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ મુશ્કેલ સમયમાં અચાનક આટલી મોટી ખુશી મળી જશે.

       15મી જાન્યુઆરીએ જોન નામના યુવકનો બ્રેક અપ થયો હતો, એ પોતાની ગર્લફેન્ડ સાથે લાંબા સમયથી લિવ-ઈનમાં રહેતો હતો. અચાનક પ્રેમિકા પોતાના પ્રેમીને છોડીને જતી રહે, જેના કારણે યુવકનો મૂડ બગડી ગયો હતો. હવે શું કરવું તેની કંઈ સમજ પડતી ન હોવાથી યુવકે પોતાની લોટરીની ટિકિટ ચેક કરી, ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે 3 મિલિયન પાઉન્ડની લોટરી જીતી ગયો છે. ભારતના હિસાબે જોઈએ આ રકમ 30 કરોડ જેટલી થાય છે. યુવક બાદમાં તરત બાથરુમ ગયો, લાંબા સમય સુધી ઠંડા પાણીથી સ્નાન કરતો રહ્યો. ફરી વિશ્વાસ ન થતાં લોટરીની ટિકિટ ચેક કરી તો પાક્કો ભરોસો થયો કે તેના સપના સાકાર થશે, કેમકે મોટો જેકપોટ લાગ્યો છે. મીડિયા સાથે વાતચીતમાં કરતા જોને કહ્યું કે હજુ મને વિશ્વાસ થતો નથી કે મારે આટલી મોટી લોટરી લાગી છે. એક બ્રેકઅપ થવાથી હું પરેશાન હતો પરંતુ હવે તમામ મુશ્કેલી દૂર થઈ જશે.

(5:42 pm IST)