ઓએમજી.......ઇટલીમાં માત્ર એકથી દસ ડોલરની અંદર વેચાઈ રહ્યા છે ઘર
નવી દિલ્હી:ઈટલી એક સુંદર દેશ છે. પરંતુ અહીંના કેટલાક ગામ એવા છે જે ખાલી પડ્યા છે. જેના કારણે એક ખાસ યોજના તૈયાર કરવામાં આવી છે. અહીં ખાલી પડેલા ગામોમાં લોકો આવીને વસે તે માટે સાવ નજીવી કીમતે અહીં બંગલા વેંચવામાં આવી રહ્યા છે. કેટલાક ગામોમાં 1 થી 10 ડોલરમાં બંગલા આપવામાં આવી રહ્યા છે તો કેટલીક જગ્યાએ તો જમીન ફ્રીમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.
આવી જ એક ઓફર ઈટલીના દક્ષિણ ભાગમાં આવેલો કેંપાનિયા વિસ્તાર. આ વિસ્તાર સુંદર અને નયનરમ્ય છે. પરંતુ અહીં 90 જેટલા ઘર ખાલી પડ્યા છે. અહીં માત્ર 70 રૂપિયામાં ઘર વેંચાઈ રહ્યા છે. સ્થાનિક તંત્ર ઈચ્છે છે કે લોકો અહીં આવે અને વસવાટ કરે તે માટે જમીનના ભાવ આટલા ઘટાડી દેવામાં આવ્યા છે. અહીં વસતા લોક અન્ય જગ્યાએ શિફ્ટ થઈ ચુક્યા હોવાથી અહીંના મકાનો ખાલી પડ્યા છે. ખાસ વાત તો એ છે કે અહીં જમીન કે મકાન ખરીદવા માટે કોઈ કાયદાકીય ઝંઝટમા નથી પડવું પડતું.