દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

ડિપ્રેશનને દૂર કરવા માટે માત્ર અઠવાડિયામાં ત્રણ કલાક કરવાની રહેશે આ કસરત

નવી દિલ્હી: નિયમિત કસરત કરવાથી માત્ર તન નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખવામા આવે છે તેમજ અન્ય ઘણીબધી બીમારીઓથી પણ બચી શકાય છે. ડોકટરો પણ સારા સ્વાસ્થ્ય માટે વ્યાયામ કરવાની સલાહ આપતા હોય છે એક સંશોધન  મુજબ જાણવામાં આવી રહ્યું છે કે માત્ર અઠવાડિયાની અંદર ત્રણ કલાક વોકિંગ,જોગિંગ તેમજ યોગ કરવામાં આવે તો ડિપ્રેશનથી બચવામાં મદદ મળી શકે છે.

                    અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સીટીના શોધકર્તાઓએ મોટા પાયે કરેલ સંશોધન મુજબ અઠવાડિયામાં માત્ર ત્રણ કલાક દોડવાથી,ચાલવાથી કે પછી ડાન્સ કરવાથી  ડિપ્રેશનને દૂર કરી શકાય છે.

(6:25 pm IST)