દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

યમનના સીમાવર્તી વિસ્તારમાં ગોળીબારીની ઘટનામાં 10 લોકોના મૃત્યુથી અરેરાટી

નવી દિલ્હી: યમનના ઉતરી પ્રાંત સાદામાં એક લોકપ્રિય બજારમાં થયેલ ગોળીબારીની ઘટનામાં ઓછામાં ઓછા 10 આફ્રિકી પ્રવાસીઓના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે. સ્થાનિક હોસ્પિટલ સ્ટાફે વાતની માહિતી આપી હોવાનું માલુમ પડી રહ્યું છે.

                  વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગોળીબારી બુધવારના રોજ મધ્યરાત્રીએ થઇ હતી જેમાં 30 લોકોને ઇજા પહોંચી છે.ઘાયલ લોકોમાં ઇથોપિયા  અને સોમાલિયાના પ્રવાસીઓનો સમાવેશ થઇ રહ્યો છે.

(6:22 pm IST)