દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

હિટલરની હેટની ૪૦ લાખમાં નીલામી

જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરની હેટ પપ૩૧૦ ડોલર (લગભગ ૪૦ લાખ રૂપિયા) માં હરાજીમાં વેચાઇ છે. ગ્રાસબર્નમાં નાજી શાસનની અન્ય વસ્તુઓની પણ હરરાજી થઇ હતી. જો કે યુરોપીય યહૂદી સંઘે હિટલરની ચીજોની નીલામીની ટીકા કરી છે. તેનું કહેવું છે કે આ રીતે પૈસા મેળવવા એ ખોટુ છે. જર્મનીમાં નાજી પ્રતિકોનાં પ્રદર્શતની મનાઇ છે એવામાં હિટલર સાથે જોડાયેલી ચીજોની નીલામીને લઇને વિવાદ થયો છે. જર્મનીના નાજી શાસનકાળમાં સૈનિકો દ્વારા ઉપયોગમાં લેવાની સાયકલની પણ નીલામી થઇ હતી.

(3:38 pm IST)