દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

પંચાવન લાખ ડોલરની લકઝરી યોટ આર્કઅપની અજોડ ભવ્યતા

અમેરિકાની પંચાવન લાખ ડોલરની લકઝરી યોટ બહુચર્ચીત બની છે. એ ભવ્ય દરિયાઇ વાહન 'આર્કઅપ'ને ૪૩૦૦ ચોરસફૂટનો તરતો મહેલ અથવા મોડર્ન વિલા' તરીકે ઓળખવામાં આવે છે. તોફાની દરિયામાં ટકી શકે એવી આ યોટને કેટેગરી-૪ના વાવાઝોડામાં પણ નુકશાનની શકયતા અછી રહે છે. એમા ૧૦૦ કિલોવટ/૨૭૨ હોર્સ પાવરના બે ઇલેકટ્રિકલ એન્જિન છે. ચાર બેડરૂમ્સ, એક લિવિંગરૂમ, રસોડુ, સાડાચાર બાથરૂમ્સ, એક સ્વિમિંગ પ્લેટફોર્મ, રિટ્રકટેેબલ ડેક અને સોલર પેનલ્સ ધરાવતું છાપરૂ છે. ઇલેકિટ્રસિટી માટે એ યોટ સંપૂર્ણ સ્વાવલંબી છે. વરસાદના પાણીને શુદ્ધ કરવાની જોગવાઇને કારણે ૪૦૦૦ ગેલન પાણીના સંગ્રહની ક્ષમતા ધરાવતી ટાંકી ખાલી રહેવાની શકયતા નહીંવત હોય છે. દરિયામાં લાંબા વખત સુધી નિશ્ચિત થઇને રહેવાની ભરપુર વ્યવસ્થા લકઝરી યોટ 'આર્કઅપ'માં છે.

(3:37 pm IST)