દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

મોબાઇલની લત છોડાવવા માટે મરઘાં ઉછેર કરાવાય છે

 જાકાર્તા તા.૨૨:સ્માર્ટફોને બાળકો અને ટીનેજર્સનું બાળપણ છીનવી લીધું છે એમ કહીએ તોય ચાલે. કેમ કે વિશ્વના કોઈ પણ ખુણે વસતા કિશોર-કિશોરીઓને મોબાઇલનું જબરું ઘેલું લાગેલું છે, પણ ઇન્ડોનેશિયામાં આ માટે એક અળવીતરો પણ ઇન્ટરેસ્ટિંગ પ્રયોગ થઈ રહ્યો છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી ૧૫૦ કિલોમીટર દૂર આવેલા બાન્ડુંગમાં એક હાઈ સ્કૂલે સ્ટુડન્ટ્સની મોબાઇલનો લત છોડાવવા માટે મરઘીઓનો ઉપયોગ કર્યો છે. સ્કૂલમાં લગભગ ૨૦૦૦ જેટલાં મરધીનાં બચ્ચાં લાવવામાં આવ્યાં છે. હથેળીમાં સમાઈ જાય એવું એક બચ્ચું દરેકને સંભાળ રાખવા માટે આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયાને ચિકનીસેશન નામ આપવામાં આવ્યું છે. સ્કૂલવાળાઓને એવું લાગી રહ્યું છે કે સ્માર્ટફોન છોડાવવાની પ્રક્રિયામાં આ મરઘીનાં બચ્ચાં સાથે બાળકોની એન્ગેજમેન્ટ ઘણું અસચ્કારક નીવડશે.

(4:09 pm IST)