દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

લાંબા કદની મહિલાઓમાં કેન્સર થવાનો ભય વધારે

જુદા જુદા વર્ગ - લાઈફ સ્ટાઈલ અપનાવનારી મહિલાઓ પર જુદી જુદી રીતે કેન્સર માટેનો ખતરો વધે છે : અભ્યાસ

લંડન, તા. ૨૨ : તાજેતરમાં જ કરવામાં આવેલા એક રસપ્રદ અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે વધુ ઊંચાઈ ધરાવતા લોકોમાં કેન્સરનો ખતરો અન્ય કરતા વધારે રહે છે. લાંબા કદની મહિલાઓમાં પણ કેન્સરનો ખતરો વધી જાય છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં આ મુજબની વાત કરવામાં આવી છે.

આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓની હાઈટમાં દર ૧૦ સેન્ટીમીટરનો વધારો થવાથી કેન્સરના ખતરામાં ૧૬ ટકાનો વધારો થઈ જાય છે. અગાઉના અભ્યાસમાં હાઈટ અને કેન્સરના ખતરા વચ્ચે સંબંધોની વાત કરવામાં આવી હતી પરંતુ આ નવા અભ્યાસમાં વધુ એક પગલું આગળ વધીને જણાવવામાં આવ્યું છે કે હાઈટના સંબંધ કેન્સરના ખતરા સામે રહેલું છે. જુદા જુદા વર્ગ અને લાઈફ સ્ટાઈલ અપનાવનાર મહિલાઓ ઉપર જુદી જુદી રીતે કેન્સર થવાનો ખતરો વધી જાય છે.

નવા અભ્યાસમાં અન્ય ઘણી ચોંકાવનારી બાબાત પણ ગણવામાં આવી છે. નવા અભ્યાસના તારણો રજૂ કરનાર ટીમના વડા ડૉક્ટર જેન ગ્રીને કહ્યું છે કે અમે આ અભ્યાસ મારફતે એ બાબત સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે કે વધારે હાઈટના કારણે કેન્સર થવાનો ખતરો માત્ર કોઈ એક જગ્યા ઉપર નથી પરંતુ એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને નોર્થ અમેરિકાના દેશોમાં પણ છે. તેમણે કહ્યું છે કે હાઈટ અને કેન્સરના રિસ્ક વચ્ચે સીધા કનેક્શન છે. આનો મતલબ એ થયો કે વધતી વયેથી કેન્સરને દૂર રાખવાના પ્રયાસો થવા જોઈએ. બ્રિટનમાં  ૧૯૯૬થી ૨૦૦૧ વચ્ચે પોતાની નોંધની કરનાર ૧૩ લાખ મહિલાઓને આવરી લઈને આ અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.

આ ૧૦ વર્ષમાં શોધ કરવામાં આવ્યા બાદ ૯૭,૦૦૦ મહિલાઓમાં કેન્સર હોવાની બાબત સપાટી ઉપર આવી હતી. લાંબી કદની મહિલાઓમાં કેન્સર થવાના કોઈ નક્કર કારણો અભ્યાસમાં જાણવામાં મળ્યા નથી પરંતુ બ્રિટનમાં આવેલા આ અભ્યાસને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.

(3:34 pm IST)