દેશ-વિદેશ
News of Friday, 22nd November 2019

આ બિલાડીની મૂછો છે અદ્દલ ચાર્લી ચેપ્લિન જેવી

લંડન,તા.૨૨:ચહેરા પરના વાળ સાથે ચાર્લી ચેપ્લિન જેવી મૂછો ધરાવતી બિલાડીએ આજકાલ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. અલાબામાના સેક્રેટરી સ્ટેસી મ્યુઝિકે તેના પાડોશીના બગીચામાંથી મળેલી બિલાડી પ્રખ્યાત કોમેડિયન એકટર ચાર્લી ચેપ્લિન જેવી મૂછ ધરાવતી હોવાથી એનું નામ ચાર્લી પાડવાનું ઠરાવ્યું. કેટ જેમ-જેમ મોટી થતી ગઈ એમ એની મૂછોનો પણ વિકાસ થયો. ચાર્લીના અનેક ચાહકો તેને ફ્રેડી મકર્યુરી સાથે સરખાવવા માંડ્યા.

લોકોની ચાહના જોઈને મ્યુઝિકે તેનું ફેસબુક-અકાઉન્ટ ખોલ્યું. તેના ફોટોને પાંચ હજાર કરતાં વધુ લાઇકસ મળે છે. ચાર્લીના તેના જીવનમાં પ્રવેશ વિશે મ્યુઝિક જણાવે છે કે ' એ જયારે ત્રણ કે ચાર મહિનાની હતી ત્યારે એની મૂછો જોઈને મને પ્રખ્યાત કોમેડિયન એકટર ચાર્લી ચેપ્લિનની યાદ આવી અને મેં એનું નામ ચાર્લી રાખ્યું. વર્ષો વીતતાં ગયાં એમ તેનું નામ તેને વધુ સૂટ થતું ગયું.' ચાર્લી તેના પરિવારને ખૂબ ચાહે છે. જો કોઈ તેમની સામે ગુસ્સો કરે તો તરત જ તે સામી થાય છે. જોકે રાતે ચાર્લી બધું છોડીને મારી બાજુમાં આવીને સૂઈ જાય છે.

(3:34 pm IST)