દેશ-વિદેશ
News of Friday, 22nd October 2021

ઓએમજી....કાનમાં બૂમો પાડતી પત્નીને પતિએ પ્લેનમાંથી ફેંકી દીધી હોવાની માહિતી

નવી દિલ્હી: અમેરિકામાં એક વિચિત્ર કેસ સામે આવ્યો છે. હકિકતમાં અમેરિકાના એક પૂર્વ પ્લાસ્ટિક સર્જનને વર્ષ 1985માં પોતાની પત્નીની હત્યાનો દોષી જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટની સામે રોબર્ટ બિરેનબામે સ્વિકાર કર્યું છે કે, તેમણે જ તેમની પત્નીની હત્યા કરી છે. જોકે તેમણે તેની પત્નીની હત્યા કેમ કરી તે વધુ ચોંકાવનારુ છે. બિરેમબામે કોર્ટને જણાવ્યું કે, ઘટનાના દિવસે પત્ની ગેલ કાટ્ઝ મારા કાનની પાસે જોર જોરથી રાડો પાડી રહી હતી. મને ગુસ્સો આવી ગયો. મે ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. પછી લાશને ચાલુ ફ્લાઈટમાં દરિયામાં ફેકી દીધી. એક રિપોર્ટ પ્રમાણે રોબર્ટ બિરેનબામે કહ્યું, હું તેને શાંત કરાવવા માગતો હતો. હું ઈચ્છતો હતો કે તે મારા પર રાડો પાડવાનું બંધ કરે. જો કે તે બંધ ન થતા મે તેના પર એટેક કરી દીધો અને તે બેભાન થઈ ગઈ, ત્યાર બાદ હું તેની ડેડ બોડીને હવાઈ જહાસથી સમુદ્રની ઉપર લઈ ગયો. ફ્લાઈટનો દરવાજો ખોલ્યો અને મૃતદેહને દરિયામાં ફેંકી દીધો. પૂર્વ પ્લાસ્ટિક સર્જન એક અનુભવી પાયલટ પણ હતો. બિરેનબામે કોર્ટને કહ્યું કે, તે સમયે તે મેચ્યોર ન હતો અને મને ખબર નહોતી કે ગુસ્સા પર કેવી રીતે કંટ્રોલ કરવો. રોબર્ટ બિરેનબામને દોષી જાહેર કરતા મેનહટ્ટનના એક પૂર્વ મદદનીશ જિલ્લા અટોર્ની ડેન બિબે કહ્યું કે, પોતાને ડોક્ટર ગણાવતો આ વ્યક્તિ એક મનોરોગી હતો. રોબર્ટની આ કબુલાત બાદ દરેક વ્યક્તિને આંચકો લાગ્યો છે, કેમ કે, આ જ થ્યોરી ફરિયાદી પક્ષના વકીલે વર્ષ 2000માં કોર્ટની સામે રજૂ કરી હતી.

(6:31 pm IST)