News of Tuesday, 22nd October 2019
ઓએમજી.........આ માછલીએ માછીમારને કરી દીધો માલામાલ: કિંમત જાણીને સહુ કોઈના ઉડી જશે હોશ

નવી દિલ્હી: રંગ બેરંગી અને જુદા જુદા પ્રકારની તેમજ આકારવાળી ઘણી બધી માછલીઓ વિષે આપણે સહુ કોઈ સાંભળતા જ હોઈએ છીએ પરંતુ એક તાજા પાણીની સૌથી મોટી અને ખુબજ કિંમતી માછલીએ એક માછીમારને માલામાલ કરી દીધો છે અને તેની ખાસ વાત એ છે કે આ માછલી જેટલી અનોખી છે તેનો સ્વાદ એટલો જ સરસ છે અને આ કારણોસર તેને ખુબજ કિંમતી ગણવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક માછીમારને ખુબજ કિંમતી માછલી મળી આવી છે આ માછલી બ્રાજીલ સ્થિત દુનિયાના સૌથી મોટા વર્ષા વન અમેજન સ્ટેટમાં મળી આવે છે આ દુનિયાની સૌથી કિંમતી માછલીઓ પૈકી એક હોવાથી આ માછીમાર રાતોરાત માલામાલ બની ગયો છે.
(6:47 pm IST)