દેશ-વિદેશ
News of Tuesday, 22nd October 2019

હોંગકોંગમાં આઝાદી માટે આંદોલનકારીઓ હિંસાના માર્ગેઃ રસ્‍તા પર ઉતરી વિરોધ પ્રદર્શન

હોંગકોંગ: હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન તેની ચરમ સીમા પર છે. રસ્તાઓ પર ખળભળાટ મચાવ્યો છે. એરપોર્ટથી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી રહી છે. રોજ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી રહ્યા છે. વાસ્તવિકતામાં થોડા સમય પહેલા હોંગકોંગમાં એક બીલ પાસાર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતુ કે, હોંગકોંગમાં વિરોધ પ્રદર્શન અથવા ગુનો કરનારની સામે હોંગકોંગમાં નહીં પરંતુ ચૂનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારબાદથી પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને ચીનના નાકમાં દમ કરી દીધો છે. આંદોલનકારીઓ આઝાદી સિવાય કોઇ વાત સ્વીકારવા તૈયાર નથી.

ચીન સામે હોંગકોંગમાં બળવાની આગ ફુંકાઇ રહી છે. આ દેશના લોકો ચીનના દમનથી મુક્તિ ઇચ્છે છે, તેથી તેઓ હાથમાં છત્રીઓ અને ચહેરા પર માસ્ક પહેરીને રસ્તા પર ઉતરી આવ્યા છે. લોકો તેમના ઘરોમાં સ્મોક બોમ્બ અને પેટ્રોલ બોમ્બ બનાવીને ચીનના વિરોધમાં ઉતરી રહ્યાં છે. મહિનાઓથી શાંતિપૂર્ણ પ્રદર્શન કામ ન આવ્યું ત્યારે લોકોએ હિંસાનો માર્ગ અપનાવ્યો છે.

રસ્તાઓ પર આગ લગાવવામાં આવી રહી છે. ટેલિફોન અને સ્ટ્રીટ લાઇટના થાંભલા કાપી રસ્તાઓની વચ્ચે મુકવામાં આવી રહ્યાં છે. પોલીસ લાચાર બનાવી દીધી છે. લોકોએ પોલીસને માર માર્યો હતો. પોલીસ સાથે અથડામણ કરી અને તેમના પર હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે પણ જંગલીપણું દેખાળવાનું શરૂ કર્યું હતું. લોકો પર વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવતો હતો. લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. ટિયર ગેસના શેલ ફાયર કરી લોકોના આત્મવિશ્વાસને તોડવાનો પ્રયાસ કર્યો હતો. સમુદ્રની વચ્ચે વસેલા આ શહેર પર ચીને ઘણાં દાયકાઓથી કબજો જમાવેલો છે. હવે અહીંના લોકો ચીનના દમનથી ત્રાસી ગયા છે. આઝાદીની માગ કરી રહ્યાં છે.

(5:24 pm IST)