દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સંસદમાં બાળ જાતીય શોષણના પીડિતોની માફી માગી

સરકાર અપરાધ રોકવામાં નિષફળ રહ્યાનું સ્વીકાર્યું

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને સોમવારે સંસદમાં તેમના ભાવુક સંબોધન દરમિયાન ત્યાંના બાળ જાતીય શોષણના પીડિતોની માફી માગી હતી. તેમણે સ્વીકાર્યુ કે, સરકાર આ અપરાધને રોકવામાં નિષ્ફળ રહી છે.

   વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે, ‘આ દુષ્કર્મ ઓસ્ટ્રેલિયાના લોકો દ્વારા ઓસ્ટ્રેલિયાના લોકો સાથે આચરવામાં આવેલું દુષ્કર્મ છે. દુશ્મન આપણી વચ્ચે જ છે'.

(11:46 pm IST)