દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

નાઈજિરીયાની રાજધાની અબુજામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ: 55ના કમકમાટી ભર્યા મોત

નવી દિલ્હી:નાઈજિરિયાની રાજધાની અબુજામાં ખ્રિસ્તી અને મુસ્લિમોના બે જૂથ વચ્ચે ભડકેલી હિંસામાં પપ વ્યક્તિનાં મોત થયાં છે. રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ આ હિંસા અંગેની જાણકારી આપી હતી. પ્રત્યદર્શીઓએ જણાવ્યું હતું કે, હૌસા મુસ્લિમો અને અદારા ખ્રિસ્તી સમુદાયના યુવકો વચ્ચે હાથલારી લગાવવાના મુદ્દે ઝઘડો થયો હતો.

નાઈજિરિયાની રાજધાની અબુજાના મુખ્ય બજારમાં હિંસાના કારણે ગત ગુરુવારે પણ બે વ્યક્તિનાં મોત નીપજ્યા થયાં હતાં, પરંતુ તે સમયે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને કાબૂ કરી લીધી હતી. જો કે, આ પછી અદારા ખ્રિસ્તીઓએ હૌસા મુસ્લિમો પર હુમલો કર્યો હતો અને તેમના ઘર સળગાવી દીધા હતા.

નાઈજિરિયાના રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીના કાર્યાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં આ ઘટના અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ ઘટના બાદ

 રાષ્ટ્રપતિ મુહમ્મદ બુહારીએ નાઈજિરિયાના લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.

(5:00 pm IST)