દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

પર્વતની ટોચે પ્રપોઝ કરનાર આ પ્રેમી યુગલ કોણ છે?

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા યોસેમિત નેશનલ પાર્કમાં એક અજીબો ગરીબ ઘટના બની. ૪૦ વર્ષના મેથ્યુ ડીપેલ નામના મિશીગનના ફોટોગ્રાફરે એક ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર મુકયો છે. મેથ્યુ જે પર્વતની ટોચ પર પહોંચ્યો હતો ત્યાંથી તેને એક પ્રેમી યુગલ દેખાયું. ઢળતી સાંજનો સમય હતો અને યુવક તેની પ્રેમિકાને ઘૂંટણીયે પડીને પ્રપોઝ કરતો હોય એવા દૃશ્યને મેથ્યુએ પોતાના કેમેરામાં કેદ કરી લીધું. મેથ્યુ જાણતો નથી કે આ યુગલ કોણ હતું ? પરંતુ તેમની આટલી સુંદર રોમેન્ટિક સાંજનો તેણે ફોટોગ્રાફ પાડયો છે એ તેમને મળવો જ જોઇએ એવું વિચારીને તેણે સોશ્યલ મીડિયા પર આ તસ્વીર મુકી છે. તેણે પોતાની ઇ-મેઇલ પણ આ તસ્વીર સાથે જાહેર કરી છે. ટવિટર પર આ તસવીર હાલમાં વાઇરલ થઇ રહી છે અને મેથ્યુને વિશ્વાસ છે કે તેને આ પ્રેમી યુગલ જરૂર મળી જશે. (પ-૮)

(3:54 pm IST)