દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

મલ્ટિનેશનલ કંપનીની નોકરી છોડીને ૧ રૂપિયામાં ગિટાર શીખવે છે આ ભાઇ

નવિદિલ્હી તા ૨૨ :  પંચાવન વર્ષના એસ.વી. રાવ નામના ભાઇ દિલ્હી માં ફુટપાથ પર લોકોને ગિટાર શીખવવાનું કામ કરે છે. સવારે છ થી નવ આંધ્રભવન પાસે, બપોરે બે થી  છ વિજય ચોક પાસે, અને સાંજે છ થી નવ ઇનિડયા ગેટ પર, હવે સ્થાનિક લોકોએ આ ભાઇનું નામ જ ગિટાર રાવ કરી દીધેુ છે. મૂળ આંધ્રપ્રદેશમાં રહેનારા ગિટાર રાવ એક મલ્ટિનેશનલ કંપનીમાં ઊંચા હોદા પરકામ કરતા હતા, પરંતુ આઠ વર્ષ પહેલાં તેઓ ખુબ ડિપ્રેશનમાં સરી પડયા, ૨૦૧૦ માં તેઓ તિરૂપતી મંદિર ગયા. ત્યાં ધ્યાન અને યોગ દ્વારા ડિપ્રેશનમાંથી બહાર આવ્યા. સાથે જ તિરૂપતિ મ્યુઝિક કલોેજમાંથી સંગીત શીખવાનું  શરૂ કર્યુ .તેલગણ  યુનિવર્સિટીમાંથી તેમણે મ્યુઝિક ગ્રેજયુએશન પણ કર્યુ એસ.વી રાવ ગિટાર ઉપરાંત વાંસળી,કી-બોર્ડ અને વાયોલિન પણ વગાડે છે. સંગીતે તેમને ડિપ્રેશનમાંથી બહાર લાવી જીવનની નવી દિશા આપી છે એવુ તેઓ માને છે. છેલ્લા છ મહિનાથી તેઓ દિલ્હીમાં રોડ પર લોકોને ફ્રીમાં ગિટાર શીખવે છે. કોઇની પાસે વાદ્ય ન હોય તો એક રૂપિયાના ભાડા પર ગિટાર આપવાની વ્યવસ્થા પણ કેરે છે. આ ભાઇનું કહેવું છે કે વડા  પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતની સાથે સંગીતમય ભારતનું બીડું પણ ઝડપવું જોઇએ. અત્યાર સુધીમાં તેઓ કુલ ૧૦૦૦ લોકોને ગિટાર શીખવી ચુકયા છે.એમાંથી ૧૬૦ બાળકો તો નિયમીત શીખવા આવે છે. (૩.૨)

(3:52 pm IST)