બે ભાઇઓએ જાહેરાત આપી કોઇએ અમારૃં નાક જોયું છે ?
અમેરિકાના ઓરેગોન રાજયમાં ૧૧ વર્ષના સાયર અને સાત વર્ષના એલ્બર્ટ નામના બે ભાઇઓએ સ્થાનિક મીડિયામાં તેમજ જાહેર જગ્યાઓએ જાહેરાતના ચોપાનિયા ચીપકાવ્યા છે. એમાં લખ્યું છે કે 'કોઇએ અમારૃં નાક જોયું છે ?' આ નાક બીજું કંઇ નહીં પણ એક નાકના શેપનું શિલ્પ છે. લગભગ ર૪ કિલો વજનનું નાકનું શિલ્પ તેમના ઘરની બહાર સજાવટ માટે મૂકવામાં આવેલું. રવિવારની રાતે ઘરની બહારથી કોઇ આ શિલ્પ ઉઠાવી ગયું છે. બે ભાઇઓએ પોતાના ઘરને વિયર્ડ લુક આપવા માટે આવી સજાવટ કરેલી. જોકે હવે જયારે એ નાક જતું રહ્યું છે ત્યારે તેમને એ નથી ગમતું. કોઇ તેમને એ નાક છું લાવી આપે તો એ માટે પ૦૦ રૂપિયાનું ઇનામ પણ તેમણે જાહેર કર્યું છે. આ બે ભાઇઓનું કહેવું છે કે આ નાક તેમના માટે એટલું મહતવનું છે કે તેઓ એ માટે તેઓ ૧.પ લાખ રૂપિયાનું ઇનામ આપવા તૈયાર છે, પણ તેમની મમ્મી એ માટે માનતી નથી.(૮.૬)