દેશ-વિદેશ
News of Monday, 22nd October 2018

તમારી દાઢીના વાળ નથી વધતા?

આજકાલ બધા છોકરાઓને દાઢી અને મુંછ રાખવી પસંદ હોય છે. છોકરાના ચહેરા પર વાળ આવવાની પ્રક્રિયા તેના હોર્મોન્સ, જેનેટીક અને ઉંમર ઉપર નિર્ભર હોય છે. દાઢી અને મુંછ વગર કોઈ પણ છોકરાની પર્સનાલીટી અધુરી લાગે છે. કેટલાક છોકરાઓ ઓછી દાઢી અને મુંછ આવવાની સમસ્યાથી હેરાન હોય છે. તો જાણો એવા ઉપાય કે જેના દ્વારા તમારી દાઢી અને મુંછનો ગ્રોથ વધારી શકાય.

. દાઢી અને મુંછનો ગ્રોથ વધારવા માટે દરરોજ આમળાના તેલથી ૧૫ મિનીટ સુધી તમારા ચહેરાનું મસાજ કરો. ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી તમારા વાળનો ગ્રોથ વધશે.

. તજના પાવડરમાં થોડો લીંબુનો રસ મિકસ કરી તમારી દાઢી અને મુંછ પર લગાવો. ૧૫ મિનીટ બાદ ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી વાળ ઉગવાનું શરૂ થઈ જશે અને તમારી ત્વચા પણ નરમ રહેશે.

. સરસોના પાનને પીસીને તેમાં લીંબુનો રસ મિકસ કરો. હવે તેને તમારા ચહેરા પર લગાવી સૂકાવા દો. ત્યારબાદ તમારા ચહેરાને સાફ પાણીથી ધોઈ લો. અઠવાડીયામાં બે-ત્રણ વાર તેનો ઉપયોગ કરવાથી તમારા વાળનો ગ્રોથ વધવા લાગશે.

(9:16 am IST)