દેશ-વિદેશ
News of Wednesday, 22nd September 2021

વિશ્વના સૌથી વ્હાઇટ પેઇન્ટને મળ્યું ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

નવી દિલ્હી: અમેરિકન વૈજ્ઞાનિકોએ દુનિયાનું સૌથી 'વ્હાઈટ પેઇન્ટ' બનાવ્યું છે. આ પેઇન્ટને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પેઇન્ટ ઈન્ડિયાનાની પરડ્યુ યુનિવર્સિટીના પ્રોફેસર જિઉલિન રુઆને કહ્યું કે, આ પેઇન્ટ ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં અસરકારક છે. આ પેઇન્ટ એટલું સફેદ હોય છે કે તેનાથી રંગેલી દીવાલ પર પડતા સૂર્યપ્રકાશના કિરણો 95.5% રિફલેટ એટલે કે પરાવર્તિત થઈ જાય છે. પેઇન્ટ બનાવનારા સંશોધકોના ગ્રુપે કહ્યું, આ પેઇન્ટ બિલ્ડિંગની છત અને તેના કિનારાની દીવાલ પર કરી શકાય છે. પેઇન્ટ દીવાલોની અંદરના ભાગને પ્રાકૃતિક ઠંડું રાખશે. એક રિસર્ચ પ્રમાણે, સૂર્યપ્રકાશના કિરણો જ્યારે કોઈ બિલ્ડિંગ કે પછી ઘરની છત પર પડે છે ત્યારે આ પેઇન્ટ તેને પરાવર્તિત કરે છે. પેઇન્ટ લગાવવાથી મોંઘા એર કન્ડિશનરની જરૂર નહીં પડે. એર કન્ડિશનરનો ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જનમાં મોટો રોલ હોય છે. આ પર્યાવરણ માટે જોખમ છે. સંશોધકોએ કહ્યું, આ પેઇન્ટમાં કેલ્શિયમ કાર્બોનેટ છે. આ કેમિકલ લાઇમસ્ટોન અને ચૉકમાં હોય છે. પેઇન્ટમાં વધારે માત્રામાં કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેમિકલ સસ્તું હોય છે, આથી આ પેઈન્ટ વધારે જગ્યાએ કરવામાં મોટો ખર્ચ નહીં આવે. રુઆને કહ્યું, કમર્શિયલ પેઇન્ટની સરખામણીએ અમારું પેઇન્ટ સસ્તું છે અને તે સરળતાથી રેડી થઈ જાય છે. આ પેઈન્ટ દીવાલો પર વધારે સમય સુધી ટકી રહે છે.

(6:13 pm IST)