દેશ-વિદેશ
News of Tuesday, 22nd September 2020

જાપાનના સૌથી વધુ વય ધરાવતા શખ્સમાં પોતાનું નામ નોંધાવી આ મહિલાએ ગિનીઝ બુકમાં રેકોર્ડ બનાવ્યો

નવી દિલ્હી: ગિનીઝ બુક ઑફ રેકોર્ડસે કેન તનાકાને દુનિયાના સૌથી જૂના જીવિત વ્યક્તિ તરીકે માન્યતા આપી છે પરંતુ તાજેતરમાં સુપરસેન્ટ્રિયને વધુ એક રેકોર્ડ તોડી દીધો. તેઓ જાપાનની સૌથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિ બની ગયા છે. કેન તનાકા શનિવારે 117 વર્ષ અને 261 દિવસના થઈ ગયા છે.

             રેકોર્ડ એક અન્ય જાપાની મહિલા નબી તાજિમાના નામે હતો. જેનું મૃત્યુ એપ્રિલ 2018માં 117 વર્ષ અને 260 દિવસની ઉંમરમાં થયુ હતુ. કેન તનાકા દક્ષિણ-પશ્ચિમી શહેર ફુકુઓકામાં એક નર્સિંગ હોમમાં રહે છે. સોડા અને ચોકલેટને પ્રેમ કરનાર તનાકાનો જન્મ 2 જાન્યુઆરી 1903ફુકુઓકા શહેરના પૂર્વ ભાગ વજીરોના ગામમાં થયો હતો.

 

(5:55 pm IST)