દેશ-વિદેશ
News of Tuesday, 22nd September 2020

અમેરિકાના પૂર્વ એરફોર્સના અધિકારીનો અનોખો દાવો:1978માં અમેરિકાના એરબેઝ પાસે એલિયનને ગોળીમારવામાં આવી હતી

નવી દિલ્હી: પરગ્રહવાસીઓનું અસ્તિત્વ છે કે નહીં તે અંગે વર્ષોથી ચર્ચાઓ ચાલતી આવી છે. હવે અમેરિકાના એક પૂર્વ એરફોર્સ અધિકારીએ દાવો કર્યો છે કે 1978માં અમેરિકાના એક એરબેઝ પાસે અંતરિક્ષમાંથી આવેલા એક એલિયનને ગોળી મારીને ખતમ કરવામાં આવ્યો હતો.

એક એવોર્ડ વિનર પત્રકારે પોતાના પુસ્તકમાં અધિકારીનો ઇન્ટરવ્યૂ પ્રકાશિત કર્યો છે.જયોર્જ ફિલર નામ ના અધિકારી અધિકારીએ પત્રકારને કહ્યું હતું કે, 18 જાન્યુઆરી 1978ના રોજ હું ઓફિસમાં એક ઇન્ટેલિજન્સ રિપોર્ટ તૈયાર કરી રહ્યો હતો. ત્યારે એક જવાન દોડતો આવ્યો હતો તેના ચહેરા પર નો રંગ ઉડી ગયો હતો તેણે મને કહ્યું હતું કે એરપોર્ટ પરના રન વેના છેવાડા પર એક એલિયનને ગોળી મારવામાં આવી છે. મેં જ્યારે તેને પૂછ્યું હતું કે તે કયા દેશમાંથી આવ્યો છે ત્યારે તેણે કહ્યું હતું કે એલિયન અંતરિક્ષ માંથી આવ્યો હતો . મેજર ફિલરના કહેવા પ્રમાણે ઘટના બન્યા બાદ તેનું spaceship અજીબો ગરીબ રીતે ઊડી રહ્યું હતું. તેને પોલીસ ઓફિસરે ગોળી મારી હતી. પોલીસ ઓફિસર બેઝની બહાર પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પોલીસની તેના પર નજર પડી ત્યારે તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એલીયનનું મૃત શરીર બાદમાં અન્ય એક એરફોર્સ બેઝ ઉપર લઈ જવાયું હતું. જ્યારે મેં ઘટનાનો રેકોર્ડ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે સરકારે મને ના પાડી દીધી હતી.

(5:55 pm IST)