ઓએમજી.....આ છે દુનિયાનું સૌથી ખતરનાક મશરૂમ:અડવા માત્રથી થઇ શકે છે મૃત્યુ
નવી દિલ્હી: મશરૂમ પ્રોટીન અને ફાઇબરનો સૌથી સારો સ્ત્રોત છે. આના એન્ટીઑક્સીડેન્ટ ગુણોના કારણે તેને સુપરફૂડની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. આ એક પ્રકારની ફૂગ છે, જે વરસાદના દિવસોમાં સડેલા-ગળેલા ઑર્ગેનિક પદાર્થ પર આપમેળે ઉગે છે. જોકે એ પણ સત્ય છે કે તમામ પ્રકારના મશરૂમ ખાવા યોગ્ય નથી હોતા, કેટલાક મશરૂમ ઝેરીલા પણ હોય છે. રિસર્ચર્સે એક આવા જ ખતરનાક અને ઝેરીલા મશરૂમની શોધ કરી છે, જેને ખાવાથી તો દૂર ફક્ત અડવા માત્રથી જ બીમાર થઈ શકો છો.
લાલ રંગનું આ મશરૂમ ઑસ્ટ્રેલિયામાં જોવા મળે છે. જોકે આ પહેલા જાણકારોનું માનવું હતુ કે આ મશરૂમ જાપાન અને કોરિયા જેવા એશિયાઈ દેશોમાં જ હોય છે, પરંતુ આ ફુગ ઑસ્ટ્રેલિયાના ક્વીંસલેન્ડમાં પણ જોવા મળે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ઝેરીલા મશરૂમના કારણે જાપાન અને દક્ષિણ કોરિયામાં અનેક લોકોના મોત થયા છે. લોકોએ આને પારંપારિક સારવારમાં ઉપયોગ કરવામાં આવનારું ખાદ્ય સમજીને ચામાં ભેળવીને પીધું હતુ, ત્યારબાદ તેમનું મોત થઈ ગયું.