દેશ-વિદેશ
News of Sunday, 22nd September 2019

ચીન દુનિયા માટે ખતરોઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ  ચીનની વધતી સૈન્ય તાકાત અંગે ચિંતા જાહેર કરતા અમેરિકી પ્રમુખ  ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ડાબેરી રાષ્ટ્ર દુનિયા માટે એક ખતરો છે. અમેરિકી બૈાદ્ધિક સંપદાની ચોરી કરતા ચીનના ન રોકવા અંગે પોતાના પુરોગામી પ્રમુખોને દોષિત ગણાવતાં ટ્રમ્પે જણાવેલ કે (ચોરી) મારફત ચીને પોતાની સુરક્ષા ક્ષમતાઓ મજબૂત કરી હતી.

ચીને સેના પરનો ખર્ચ ૭ ટકા વધારી ૧પર અબજ ડોલર કર્યો છે અને તેનું લક્ષ્ય વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના વધતા દબાણ સાથે કામ પાડવાનું છે. ગઇ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં ટ્રમ્પે જણાવ્યું હતુ કે ચીન દુનિયા માટે એ દ્રષ્ટિએ ખતરો છે કે તે કોઇપણ રીતે ખુબ જ તેજ ગતિએ સેના બળવતર બનાવી રહ્યું છે.

 

(12:23 pm IST)