દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

ઈરાનમાં પરેડ દરમ્યાન ઘાતકી હુમલો

નવી દિલ્હી:ઈરાનની પશ્ચિમે આવેલા શહેર અહવાજમાં સૈન્યની પરેડ દરમિયાન હથિયારધારી હુમલાખોરોએ કરેલા હુમલામાં ઘણાં લોકોના મૃત્યુ થયાનું અને ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હોવાનું ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું છે.

સૈન્યનો યુનિફોર્મ પહેરેલા હુમલાખોરોએ પરેડની નજીક આવેલા પાર્કમાંથી ગોળીબાર કર્યો હતો.

ઘટનાસ્થળેથી મળેલી તસવીરોમાં હુમલામાં ઘાયલ થયેલા સૈનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાઈ રહ્યા હોવાનું જોવા મળે છે.

વર્ષ 1980-88 સુધી ઇરાક સાથે ચાલેલા યુદ્ધના વાર્ષિક દિવસની યાદગીરીની ઉજવણીના ભાગરૂપે ઈરાનના વિવિધ શહેરોમાં લશ્કરની પરેડ યોજવામાં આવે છે.

 

(5:22 pm IST)