દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

માનવીના ચામડી કરતા વધુ સંવેદનશીલ રોબોટિક મટીરીયલ ટૂંક સમયમાં આવી રહ્યું છે

નવી દિલ્હી:આ નવી ટેક્નોલોજી માનવીની ચામડીને સ્પર્શ કરવાથી જે કુદરતી અનુભવ થાય છે તેના કરત્ં પણ વધારે સારી અનુભૂતિ કરાવે તેવી શક્યતા છે. આમ સ્માર્ટ અંગોની કામગીરી અને અનુભૂતિમાં મોટું પરિવર્તન આવશે. માનવીની ચામડીને જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે તે દબાણ અનુભવે છે જે પછી ચેતાતંત્રમાં સંકેતો મોકલીને તેને મગજ સુધી પહોંચાડે છે અને નાડીના ધબકારા જેવી જ અનુભૂતિ મગજમાં થાય છે. પ્રેશરાઇઝડ સ્પર્શ દ્વારા કૃત્રિમ અંગોમાં આ ટેક્નોલોજી દ્વારા જીવંત સંવેદનાઓ સર્જી શકાશે.યુઆનઝાઓ અને તેમના સાથીઓ દ્વારા નવી ઈ-સ્કિન સિસ્ટમ વિકસાવવામાં આવી છે જે ચામડી પર સ્પર્શ કરવાથી થતાં દબાણને આંતરિક ઇલેક્ટ્રિક સંકેતોમાં રૂપાંતર કરશે અને માનવીને સ્પર્શથી જે કુદરતી અનુભૂતિ થાય છે તેવી જ અનુભૂતિ થશે. આમ તેનાં શરીરમાં બેસાડેલાં અંગો કૃત્રિમ છે તેવો અહેસાસ તેને થશે નહીં. કેટલાક કિસ્સામાં માનવીને થતી સંવેદનાઓ કરતાં પણ વધુ સારી સંવેદનાઓ તેનાથી મેળવી શકાશે. આ ટેક્નોલોજી દ્વારા મેગ્નેટિક સેન્સર દ્વારા પોલિમર મેમ્બરેન મેગ્નેટિક પદાર્થોને સ્પર્શશે અને મેમ્બરેન દ્વારા ઇલેક્ટ્રિક સંકેતો મગજમાં પહોંચશે.

(5:21 pm IST)