દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

નિષ્ણાંતોનું કહેવું શું છે?

''પિસ્તા'' આરોગ્ય માટે ફાયદાકારક છે?

પિસ્તા વિટામીન, મીનરલ, બેટાકેરોટીન, ફોસ્ફરસ, વિટામીન બી ૬, થીઆમાઇન, પોટેશ્યમ, મેગ્નેશયમ અને ફાઇબર સહિતના ન્યુટ્રીઅન્ટથી ભરપુર હોય છે. બીજા કોઇપણ દાણા કરતાં તેમાં વધારે પ્રમાણમાં કેરોટેનોઇડસ નામનું એક એન્ટીઓકસીડેન્ટ હોય છે જે ક્રોનીક રોગોનું જોખમ ઘટાડવામાં અને હદયની તંદુરસ્તી વધારવામાં મદદરૂપ થાય છે એમ રજીસ્ટર્ડ ડાયેટીશ્યન ક્રીસ્ટીન કર્કપેટ્રીકનું કહેવું છે.

તમે એક ઓૈંસ (લગભગ અઢી તોલા) માં લગભગ ૪૯ પીસ્તા મેળવી શકો છો. જે બીજા કોઇપણ દાણા કરતા વધારે હોય છે. એક ઓૈંસમાં અખરોટ લગભગ ૧૪ જેટલા હોય છે તેમ એકેડેમી ઓફ ન્યુટ્રીશ્યન એન્ડ ડાયેટીકસના પ્રવકતા મેલીસા મજુમદારનું કહેવું છે.

કાચા અને શેકેલા એમ બંને પ્રકારના પિસ્તામાં ઘણી બધી ચરબી હોય છે, લગભગ ૧૩ ગ્રામ, જે તમારી દૈનિક જરૂરિયાતના ૧૭% છે. પણ આ ચરબી હદયને ફાયદાકારક અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદરૂપ થતી મોનો સેચ્યુરેટેડ પ્રકારની હોય છે. પીસ્તામાં પ્રોટીન પણ મળે છે. લગભગ ગ્રામ જેટલું.

કોઇપણ પ્રકારના સુકામેવાથી નુકસાન નથી થતું કર્કપેટ્રીક કહે છે કે, દરેક પ્રકારના સુકામેવા તંદુરસ્તી માટે ફાયદાકારક છે કારણ કે તેમાં વનસ્પતિજન્ય પ્રોટીન, ફાઇબર અને મોનોસેચ્યુરેટેડ તથા પોલીઅનસેચ્યુરેટેડ ચરબી હોય છે. જુદા-જુદા અભ્યાસોનું તારણ છે કે ''દરેક પ્રકારના સુકા મેવા અને દાણાઓ શરીરની તંદુરસ્તીમાં સુધારો કરે છે.''

પણ બીજા કોઇપણ મેવા કરતા બ્લડ પ્રેશર ઘટાડવામાં વધારે મદદ કરે છે તેમ મજુમદારનું કહેવું છે અને તેનું કારણ તેમાં રહેલ મોનોસેચ્યુરેટેડ ફેરી એસીડ, તેના ફીસ્ટોસ્ટેરોલ્સ(વનસ્પતિ જન્ય તત્વો જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે) અને વધારે ફાઇબર્સ છે. મજુમદાર કહે છે કે, '' તેમાં બ્યુટેઇન, બીટાકેરોટીન અને ટોકો ફેરોલ્સ્ પણ છે જે બળતરા ઘટાડવામાં મદદરૂપ થાય છે.'' બીજા અભ્યાસમાં જાણવા મળ્યું કે પિસ્તા પ્રી બાયોટીક તરીકે કામ કરે છે અથવા આંતરડામાં બેકટેરીયાના ખોરાક તરીકે કામ કરે છે.

પિસ્તા ખાવાથી તંદુરસ્ત રીત કઇ?

જો તેને કોચલામાંથી ફોલીને ખાવામાં આવે તો તે સોૈથી સારો માર્ગ છે. કારણ કે ફોલવામાં જતા સમયના કારણે એક દાણાથી બીજા દાણા વચ્ચેનો સમય વધે છે અને તેનું પાચન બરાબર થાય છે. ઉપરાંત શેકેલા પિસ્તા પેકેટમાં મળે છે જે બીજા કોઇપણ નમકીન કરતા સારૂ પ્રોટીન, ફાયદાકારક ચરબી અને ફાઇબરના કારણે તેને સારો નાસ્તો બનાવે છે. તેને બીજા કોઇપણ ખોરાકમાં ઉમેરીને ખાઇ શકાય છે.

સમય જતાં તેમાં રહેલ અનસેચ્યુરેટેડ ચરબીને અસર થતી હોવાથી તેને રૂમ ટેમ્પરેચર પર રાખવા કરતા તેને ફ્રીઝમાં રાખવું વધારે હીતાવહ છે.(ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર) (૧.૨૨)

(3:31 pm IST)