દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

વિશ્વમાં ૨.૩ અબજ લોકો દારૂ પીવે છે

દારૂ દર વર્ષે ૩૦ લાખ લોકોને ભરખી જાય છેઃ ચોંકાવનારો રીપોર્ટ

નવી દિલ્હી તા.૨૨: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહયું છે કે ૨૦૧૬માં દારૂની લત થી ૩૦ લાખથી વધુ લોકોના મોત થયા છે. જેમાં મોટાભાગના પુરૂષ હતા. યુનો સ્વાસ્થ્ય એજન્સીએ કહયુ઼ છે કે લગભગ ૨૩.૭ કરોડ પુરૂષ અને ૪.૬ કરોડ મહિલાઓએ દારૂ સંબંધિત પરેશાનીઓનો સામનો કર્યો જેમાં સોૈથી વધુ મામલા યુરોપ -અમેરિકામાં હતાં.

 

દારૂથી લગભગ એક તૃત્યાંશ મોત ઇજાને કારણે થાય છે. જેમા કાર દુર્ઘટના અને ખુદને નુકસાન પહોંચાડવાનું સામેલ છે. જયારે પાંચ માંથી એક મોત પાચનરોગ કે હદયની બિમારીથી થાય છે.

દુનિયામાં ર.૩ અબજ લોકો દારૂ પીવે છે. યુરોપમાં ૧૪.૮ ટકા પુરૂષો દારૂની લતનો ભોગ બન્યા છે તો ૩.પ ટકા મહિલાઓ દારૂ પીવે છે અમેરિકામાં ૧૧.૫ ટકા પુરૂષો અને ૫.૧ ટકા મહિલાઓને દારૂની ટેવ છે.

દક્ષિણ પુર્વ એશિયા સહિતના વિસ્તારોમાં દારૂનું સેવન વધ્યું છે.(૧.૩)

(12:03 pm IST)