દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

વાળને કાળા અને ચમકદાર બનાવવા મહેંદીમાં મિકસ કરો આ વસ્તુ...

વ્યકિત ૫૦ વર્ષની ઉંમરે પહોંચે એટલે તેનામાં વૃધ્ધાવસ્થાના અમુક લક્ષણો દેખાવા લાગે. જેમકે, વાળ સફેદ થવા, અમુક પ્રકારના દર્દ, રોગો, વગેરે.. પરંતુ, હાલ તો અયોગ્ય ખાણીપીણીના કારણે નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગે છે. અને આ સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર ડાઈ, મહેંદી જેવા અનેક નુસ્ખા અપનાવતા હોય છે. વાળને લાંબા સમય સુધી કાળા અને ચમકદાર રાખવા માટે મહેંદીની સાથે કરો આ વસ્તુનો ઉપયોગ.

તેના માટે મહેંદીનો પાવડર અને બદામ તેલની જરૂર પડશે. સૌથી પહેલા એક વાસણમાં પાણી નાખો. હવે તેમાં મહેંદી પાવડર નાખી મિકસ કરો.

હવે તેને ધીમી આંચ પર ગેસ ઉપર રાખો અને હલાવો. થોડીવાર બાદ તેમાં બદામનું તેલ નાખી વ્યવસ્થિત રીતે મિકસ કરો.

હવે મહેંદીનું તૈયાર કરેલ મિશ્રણને આંચ પરથી ઉતારી ઠંડુ થવા માટે રાખો. ત્યારબાદ આ મિશ્રણને વાળ પર લગાવો અને સૂકાઈ ગયા બાદ વ્યવસ્થિત રીતે ધોઈ લો.

 થોડા દિવસ સુધી અઠવાડીયામાં એક વાર આવી રીતે જ મહેંદી લગાવો. ચાર અઠવાડીયા સુધી આવુ કરવાથી તમારા વાળ મજબુત, જાડા અને કાળા થઈ જશે.

જો તમારા વાળને ચમકદાર બનાવવા છે, તો તેમાં ૧ ચમચી કોફી મિકસ કરો.

(9:34 am IST)