દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

વજન ઓછુ કરવા સવારે કરો આ કામ

આજના સમયમાં ઘણા લોકો મોટાપાના કારણે હેરાન હોય છે. આવા લોકો પોતાનો વજન ઓછો કરવા માટે કેટકેટલુ કરે છે. છતા તેને કંઈ ફાયદો થતો નથી. પરંતુ, શું તમે એ વાત જાણો છો કે  તમારા સવારની એકિટવિટી પણ તમારા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. તો જાણો એવી અમુક વાતો જેને સવારની રૂટીન એકિટવિટીમાં સામેલ કરવાથી તમારા કેલેરી કાઉન્ટ ઓછા થવા લાગશે.

 જો તમે કસરત કરવા ઈચ્છો છો તો સાંજના બદલે સવારે કસરત કરો. સવારે કસરત કરવાથી કેલેરી બર્ન કરવામાં મદદ મળે છે.

 જ્યારે દરરોજ સવારે ઉઠીને પાણી પીવાની આદત પાડો. તેનાથી વજન ઓછુ થશે અને તમે સ્વસ્થ પણ રહેશો.

 બ્રેકફાસ્ટમાં પ્રોસેસ્ડ ફૂડ ન ખાવા જોઈએ. આ ઉપરાંત પ્રીઝર્વેટીવ અને શુગર સંબંધી વસ્તુઓ બ્રેકફાસ્ટમાં ન લેવી જોઈએ. તેનાથી ફેટ ઓછુ થવાના બદલે વધવા લાગે છે.

 કેટલાક લોકો જલ્દી જલ્દીમાં સવારનો નાસ્તો કરતા નથી. પરંતુ, તેનાથી તમારા શરીરનું ફેટ બર્નિંગ પ્રોસેસ ઓછુ થઈ જાય છે. અને તમને વજન ઘટાડવામાં મુશ્કેલી થાય છે.

(9:34 am IST)