દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

નવા ફૂટવેરના કારણે પગમાં દંડ પડે છે?

દરરોજ કંઈક નવો અને અલગ લુક મેળવવા માટે લોકો દરરોજ નવા નવા કપડા અને તેને મેચિંગ ફુટવેર અને જ્વેલરી પહેરતા હોય છે. ખાસ કરીને આજની યુવા પેઢી બધા કપડા સાથે દરરોજ અલગ-અલગ ફૂટવેર પહેરતા થયા છે. પરંતુ, જ્યારે નવા ફૂટવેર પહેરીએ ત્યારે ઘણીવાર પગમાં દંડ (શૂ બાઈટ) પડી જાય છે. જેના કારણે ચાલવામાં ખૂબ જ મુશ્કેલી ઉભી થાય છે. શું તમને પણ આવી સમસ્યા થાય છે? તો તેનાથી આવી રીતે મેળવો છૂટકારો...

બેન્ડેડની મદદથી તમે સરળતાથી આ સમસ્યાનો સામનો કરી શકો છો. નવા બુટ પહેરતા પહેલા ફૂટવેરના તે ભાગ પર બેન્ડેડ લગાવી દો, જે પગની ત્વચા સાથે સંપર્કમાં આવતી હોય. ત્યારબાદ તમે નિશ્ચિંત થઈ સ્ટાઈલીશ અને ફેશનેબલ ફૂટવેર પહેરી શકો છો. એ વાતનું ધ્યાન રાખવું કે બેન્ડેડ મોટા આકારની હોય, જેથી તે પોતાની જગ્યાએથી ખસે નહિં.

બેબી પાવડર પણ દંડની સમસ્યાથી છૂટકારો અપાવે છે. તમે નવી બેલી અથવા મોજડી પહેરતા પહેલા તેની અંદર થોડો બેબી પાવડર છાંટી દો અને એ વાતનું ધ્યાન રાખવુ કે તમારા પગ વ્યવસ્થિત રીતે સૂકા હોય.

(9:34 am IST)