દેશ-વિદેશ
News of Saturday, 22nd September 2018

ઋતુ બદલાય ત્યારે બિમાર પડો છો? જાણો નિષ્ણાંતોનો મત

જેવો ઉનાળો પુરો થાય અને વરસાદ આવે એટલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. વળી, બફારા અને ભેજવાળા આ મિશ્ર વાતાવરણના કારણે તબિયત લથડે છે. અચાનક વાતાવરણ બદલવાથી તમને શરદી થાય છે તો આવું થતું હોય એવા તમે એકલા નથી. મોટા ભાગના લોકોને આ સમસ્યા થતી હોય છે. નિષ્ણાંતોના મતે આવી મોસમી બીમારીના કેટલાક કારણો હોય છે.

અમેરીકન કોલેજ ઓફ એલર્જી, અસ્થમા એન્ડ ઈમ્યુનોલલોજીના પ્રમુખ ડો. બ્રેડલી ચીપ્સનું કહેવુ છે કે વસંત ઋતુ અને ચોમાસા એમ બંને ઋતુમાં મોસમી  એલર્જી શારીરિક નબળાઇ પર હાવી થતી હોવાથી ચેપ લાગે છે. મોસમી એલર્જી ને  કારણે નાકમાં બળતરા કે સોજો આવે ત્યારે નાકમાં વાઇરસની અસર થવાનું સહેલુ બને છે.  ઉપરાંત તમારી રોગપ્રતિકારક શકિત તમારી એલર્જી સાથે લડી રહી હોય ત્યારે માંદગી સામે લડવામાં તે નબળી પડે છે. ઙ્ગ

ડો.ચીપ્સ ઉમેરતા જણાવે છે કે તમને એલર્જી ન હોય તો પણ મોસમના ફેરફારો જેવા કે હવાનું દબાણ, ઉષ્ણામાન   અને પવનના લીધે પણ તમારા શ્વસન અંગો અને નાક પર અસર થાય છે અને તમારી  રોગપ્રતિકારક શકિત શરદી અને ચેપ પર બહુ અસર નથી કરી શકતી.

ઇમ્યુનોલોજીના પ્રોફેસર અકીકો ઇવાસાકી કહે છે કે તમારા નાકની આજુબાજુનો વિસ્તાર હુંફાળો રાખવાથી તમારી રોગપ્રતિકારક શકિત વધે છે. એટલે ચહેરાની આજુબાજુ મફલર કે સ્કાફ વીંટાળી  રાખવાથી ઘણો બધો ફેર પડે છે. તમારી આંખ, કાન કે મોઢાને અડતા પહેલા તમારા હાથ અવાર-નવાર ધોવા તે સારામાં સારો ઉપાયછે. રેગ્યુલર કસરત અને સ્ટ્રેસ ઘટાડનાર મેડીટેશન પણ તમારા પર શરદીનું જોખમ ઓછુ કરે છે.

(9:34 am IST)