દેશ-વિદેશ
News of Thursday, 22nd August 2019

ચીનમાં ભુસખ્લનની ઘટનામાં 9 મોતને ભેટ્યા: 35 લાપતા લોકોની શોધખોળ શરૂ

નવી દિલ્હી: ચીનના સ્વાયત દક્ષિણી  પશ્ચિમી સિચુઆન પ્રાંતમાં ભુસખ્લનની  ઘટનામ નવ લોકો મોતને ભેટ્યા છે તેમજ અન્ય 35 વ્યક્તિ લાપતા થયા છે. એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે 33 વર્ષીય એક અગ્નિશમન કર્મીનું પણ મોત નીપજયુ છે અચાનક આવેલ પૂરના  કારણે તેમનું મોત નીપજ્યું છે.

   સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સિચુઆન દમકલ તેમજ બચાવ અધિકારીઓ ઘાયલ  લોકોની તાત્કાલિકમાં સારવાર કરી રહ્યા છે તેમજ લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.

(6:28 pm IST)