દેશ-વિદેશ
News of Wednesday, 22nd August 2018

આ દેશમાં 95 લાખમાં વેચાઈ રહ્યું છે 1 કિલો ચિકન

નવી દિલ્હી: ભારતમાં નોટબંધી પછી જ્યાં લોકોને અરબો રૂપિયા સાદા કાગળ જેવા લાગ્યા ત્યાં ઘણાં  લોકોએ પોતાનું કાળું નાણું પાણીમાં વહાવી દીધું હતું અથવા કચરા પેટીમાં ફેંકી દીધું હતું આવુજ કંઈક બની રહ્યું છે આર્થિક સંકટથી પરેશાન દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં જ્યાં મોંઘવારીનું સ્તર એટલું બધું વધી ગયું છે કે ટોકરીયો નોટ આપીએ લોકોને એક કિલો ચિકન મળી રહ્યું છે લોકોની કરન્સી નોટ કચરા ડબામાં ફેંકાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે આ વધતી મોંઘવારીના કારણે સરકારે વેનેઝુએલામાં નોટમાંથી 5 જીરો હટાવવાનું નિર્ણય કર્યું છે એટલે કે 5 લાખ બોલીવર હવે 5 બોલીવર બરોબર હશે.

(5:02 pm IST)