News of Wednesday, 22nd August 2018
ઓસ્ટ્રેલિયામાં ભારતીય ટૂરિસ્ટો ખર્ચે છે ૭૬પ૦ કરોડ
સીડની તા. રરઃ ર૦૧૭ના જૂનથી ર૦૧૮ના મે મહિના સુધીના સમયગાળામાં ભારતથી ઓસ્ટ્રેલિયા જનારા ટૂરિસ્ટોની સંખ્યામાં ૧૯ ટકાનો વધારો થયો છે અને આગલા વર્ષના ર,૭૭,૧૦૦ લોકોની સામે આ સંખ્યા વધીને ૩,૩૦,૭૦૦ થઇ છે. ઓસ્ટ્રેલિયાની સૌથી વધારે મુલાકાત લેનારા દેશોમાં ચીન, ન્યુઝીલેન્ડ, અમેરિકા, બ્રિટન, જપાન, સિંગાપોર અને મલેશિયા બાદ ભારતનો આઠમો નંબર છે. ભારતમાંથી ઓસ્ટ્રેલિયા જતા ટૂરિસ્ટો ત્યાં ૧.પ૩ અબજ ઓસ્ટ્રેલિયન ડોલર (આશરે ૭૬પ૦ કરોડ રૂપિયા)નો ખર્ચ કરે છે. (૭.૩૦)
(3:40 pm IST)