દેશ-વિદેશ
News of Wednesday, 22nd August 2018

અને ફોઇએ પાડયું અબિદા એશિયન ગેમ્સ નામ

જાકાર્તા તા. રરઃ ઇન્ડોનેશિયામાં હાલમાં એશિયન ગેમ્સ ચાલી રહી છે. જોકે પેલેમ્બેન્ગ શહેરમાં આ ગેમ્સની ઓપનિંગ સેરેમની થઇ એના ગણતરીના કલાકો પહેલાં જ એક બાળકીનો જન્મ થયો. આ છોકરી તેના નોર્મલ સમય કરતાં એક મહિનો વહેલી જન્મી હતી એટલે તેના પરિવારે એશિયન ગેમ્સના આ સમય સાથે યોગાનુયોગ થવા બદલ બાળકીનું નામ પાડયું હતું અબિદા એશિયન ગેમ્સ.(૭.ર૯)

 

(3:33 pm IST)