દેશ-વિદેશ
News of Wednesday, 22nd August 2018

ડુંગળી સુધારતી વખતે આંખોમાંથી પાણી નીકળે છે?

ડુંગળી ખાવી બધા લોકોને પસંદ હોય છે પરંતુ, સુધારવી કોઇને ગમતી નથી. કારણ કે ડુંગળી સુધારવાથી આંખોમાં ખૂબ બળતરા થાય છે અને આંખોમાંથી પાણી નીકળે છે. પરંતુ, જો તમે આંસુ પાડ્યા વગર ડુંગળી કાપવા ઈચ્છો છો તો આ જરૂર વાંચજો.

ડુંગળીને જ્યારે પાણીમાં પલાળીને કાપવામાં આવે છે ત્યારે ડુંગળીમાંથી જે ગંધ છુટે છે તે રોકાઈ જાય છે અને એન્ઝાઈમને નષ્ટ કરે છે. જેનાથી આંખમાંથી આંસુ નીકળતા નથી. તેથી તમે એક વાસણમાં પાણી નાખો અને તેમાં ડુંગળી રાખીને કાપો.

ગરમ પાણી પણ ડુંગળીના કારણે આંખમાંથી નીકળતા આંસુને રોકે છે. તેના માટે એક વાસણમાં ગરમ પાણી નાખો અને ડુંગળીને તેની પાસે રાખી કાપો. તેનાથી આંસુ નહિં નીકળે.

તમને કદાચ ખબર નહિં હોય કે, ચીગમ પણ ડુંગળીના કારણે આવતા આંસુને રોકે છે. ચીગમના કારણે તમે મોઢાથી શ્વાસ લો છો. જ્યારે તમે મોઢાથી શ્વાસ લો છો તો ડુંગળીમાંથી નીકળતી ભાપ ઓછી માત્રામાં તમારા નાકમાં જાય છે. તેના કારણે આંખમાંથી પાણી નીકળતુ નથી. તેથી તમે ડુંગળી સુધારતી વખતે ચીગમ મોઢામાં રાખો તો પણ આંસુ ઓછા નીકળે તેવી માન્યતા પણ છે. તેના લીધે એન્ઝાઈમ ઓછા નીકળે છે અને તેથી આંસુ રોકાઈ જતા હોય છે.

 

(9:37 am IST)