દેશ-વિદેશ
News of Wednesday, 22nd August 2018

ભોજન કર્યા બાદ સ્નાન ન કરતા નહિંતર..!

માત્ર સાફસફાઈ માટે જ નહિં શરીરનો થાક દૂર કરવા માટે અને ફ્રેશ ફિલ કરવા માટે લોકો સ્નાન કરે છે. દરરોજ સ્નાન કરવુ એ બધા લોકોની દિનચર્યાનો એક ભાગ છે. ઘણા લોકો રાત્રે ભોજન કર્યા બાદ સ્નાન કરે છે. કારણ કે તેને એવુ લાગે છે કે રાત્રે સ્નાન કરવાથી ઉંઘ સારી આવે છે. એ વાત સાચી છે પરંતુ, ભોજન કર્યા બાદ નહિં, ભોજન કર્યા પહેલા સ્નાન કરી લેવુ જોઈએ. કારણ કે, ભોજન કર્યા બાદ સ્નાન કરવાથી શરીરનું તાપમાન ઘટી જાય છે. જેના કારણે અનેક સમસ્યાઓ થઈ શકે છે.

શરીરનું તાપમાન ઘટે છે

ભોજન કર્યા બાદ તરત સ્નાન કરવાથી શરીરનું તાપમાન એકદમ ઘટી જાય છે. તેના કારણે શરીરના બાકીના ભાગમાં રકતનો પ્રવાહ તેજ થઈ જાય છે. જે આપણા શરીર માટે ખૂબ જ નુકશાનકારક હોય છે.

એવુ થવાનું કારણ

શરીર પર પાણી નાખતા જ રકતનો પ્રવાહ તેજ થઈ જાય છે. ભોજન કર્યા બાદ રકતનો પ્રવાહ ભોજન પચાવવા માટે હોય છે. પરંતુ, જ્યારે ભોજન કર્યા બાદ સ્નાન કરવામાં આવે તો તે પ્રવાહ શરીરના બાકીના અંગોમાં ઝડપથી ફેલાય છે. તેથી ભોજન પચવાની ક્ષમતા ઉપર અસર પડે છે. ભોજન યોગ્ય રીતે પચી શકતુ નથી. જે આપણા શરીરને કેટલીય રીતે નુકશાન પહોંચાડે છે.

બધા લોકોને આ સમસ્યા થતી નથી

ભોજન કર્યા બાદ સ્નાન કરવુ એ બધા લોકોને નુકશાન કરતુ નથી. જે લોકોને રકત સંચારની સમસ્યા છે અથવા ખરાબ રકત સંચાર છે અથવા ખોરાક લીધા બાદ ચક્કર આવવા જેવી સમસ્યાઓ થાય છે તો તેને ભોજન કર્યા બાદ તરત સ્નાન ન કરવુ જોઈએ.

(9:37 am IST)