દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

શ્વાનની કસ્ટડીને લઈને પતિ-પત્નીમાં થયા છૂટાછેડા

નવી દિલ્હી: આજસુધી આપણે ઘણી વાર એવું જોતા આવીએ છીએ  કે  કોઈ પણ દંપતી અલગ થાય છે તો તેનો સૌથી વધારે અસર બાળકો પર જોવા મળતો હોય છે.કારણ કે બાળકોને માતા-પિતા બંનેનો પ્રેમ જોતો  હોય છે અને તે નથી મળી શકતો.ઘણીવાર તો એવું બનતું હોય છે કે તલાક પછી બંને વ્યક્તિ બાળકો માટે અદાલતમાં કસ્ટડી માટે લડતા હોય છે.પરંતુ તમે ક્યારેય પણ એવું સાંભળ્યું છે કે એક કૂતરાને લઈને પતિ પત્ની કોર્ટમાં લડવા ગયા છે.બ્રાજિલના સાઓ પાઉલો શહેરમાં રહેનાર એક દંપતી એક બીજાથી અલગ થતા તે પોતાના પાલતુ કુતરા માટે અદાલતના દરવાજે ગયા છે કે કોણ પોતાની પાસે આ ડોગીને રાખશે.

(6:58 pm IST)