દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

તાલિબાને 16 જવાનોની હત્યા કરી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના બડધીસ પ્રાંતમાં તાલિબાની આતંકવાદીઓએ પોતાની તરફથી ઘોષિત સંઘર્ષ વિરામની અવધિ આજ રોજ સમાપ્ત કર્યા બાદ ઓછામાં ઓછા 16 પોલીસ જવાનો સહીત બે નાગરિકોની હત્યા કરી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે તે સિવાય સડક નિર્માણ કંપનીના 13 એંજીનીયરો તથા 20 ગાર્ડનું  પણ અપહરણ કરી લીધું છે. તાલિબાને સૈનિકો પર હુમલો  કરવાનું તેમનું અભિયાન ગુરૃવારથીજ શરૂ કરી દીધું હતું.બુધવારના રોજ તાલિબાનના આજ પ્રાંતમાં ઓછામાં ઓછા 30 સૈનિકોની હત્યા કરવામાં આવી હતી.

(6:56 pm IST)