દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

તમે લેસિક આઈ સર્જરીના ફાયદા અને નુકશાન જાણો છો?

જે લોકો ચશ્મા પહેરે છે, તે ચશ્માથી છૂટકારો મેળવવા માટે આઈ લેસિક સર્જરી કરાવી શકે છે. લેસિક સર્જરી દૂરની દૃષ્ટિ માટે કરવામાં આવે છે. પરંતુ, બધાએ લેસિક સર્જરી ન કરાવવી જોઈએ. લેસિક સર્જરી ૧૫ થી ૨૦ મિનીટમાં થઈ જાય છે. ઉપરાંત આ સર્જરી આંખો માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જેના કારણે મોટા ભાગના લોકો આંખો માટે લેસિક સર્જરી કરાવવાની સલાહ આપે છે.

મોટા ભાગના લોકો આંખોની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લેસિક સર્જરીનો સહારો લે છે. કારણ કે, તે આંખોની દૃષ્ટિ માટે ખૂબ જ ફાયદાકારક છે અને કોઈ પણ અન્ય સર્જરીની તુલનામાં સરળ અને વ્યાજબી હોય છે. લેસિક સર્જરી દૃષ્ટિ સાથે સંકળાયેલ બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓને ઉંડાણથી દૂર કરે છે.

પરંતુ, બધી વસ્તુઓના ફાયદા અને નુકશાન હોય છે. લેસિક સર્જરી આંખો માટે સૌથી સંવેદનશીલ ભાગમાં કરવામાં આવે છે અને તે સર્જરી બીજીવાર કરી શકાતી નથી. તેને કરાવવાથી આંખોમાં ડ્રાયનેસ આવી જાય છે. બહુ ઓછા કેસ એવા હોય છે જેને ઈન્ફેકશન પણ થાય છે.

(10:12 am IST)