દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

રીંગણા કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરે છે

સ્વાસ્થ્ય માટે રીંગણા એક ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. તમે ઈચ્છો તો તેને તમારા ઘરે કુંડામાં પણ ઉગાડી શકો છો. તો જાણી લો રીંગણાથી શું લાભ મળે છે.

પોષક તત્વ : રીંગણામાં એવા પોષક તત્વ હોય છે, જે કોઈ બીજા શાકભાજીમાં હોતુ નથી. અને તે ગમે ત્યાં સરળતાથી મળી જાય છે.

કોલેસ્ટ્રોલ :  રીંગણામાં પોટેશીયમ અને મેગ્નેશીયમની માત્રા વધુ હોય છે. જેના કારણે કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકતુ નથી.

રોગ પ્રતિરોધક : તેમાં વિટામીન સી હોય છે. જે સંક્રમણથી દૂર રાખવમાં તો મદદ કરે છે. ઉપરાંત રોગ પ્રતિકારક શકિત વધારવામાં ફાયદાકારક છે.

દાંત દર્દ : તેના રસનો ઉપયોગ દાંત દર્દમાં દર્દ નિરોધકની જેમ કામ કરે છે. તેના રસથી દાંતના દર્દમાં રાહત મળે છે. ઉપરાંત તેના મૂળનો ઉપયોગ અસ્થમાને રોકવા માટે પણ કરવામાં આવે છે.

 

(10:11 am IST)