દેશ-વિદેશ
News of Friday, 22nd June 2018

શરીરના આઉટફીટના આધારે કપડાની પસંદગી કરો

બધી છોકરીઓની એ ઈચ્છા હોય છે કે તે ભીડમાં પણ બધાથી અલગ નજરે પડે. તેના માટે તે અલગ-અલગ પ્રકારના કપડાની પસંદગી કરે છે. મોટા ભાગના લોકો કપડાની પસંદગી કરતી વખતે પોતાના શરીરની બનાવટ ધ્યાને લેતા નથી, તે માત્ર કપડાના રંગ, ડીઝાઈન અને કિંમત જોઈને મિનીટોમાં જ કપડાની ખરીદી કરી લે છે. ત્યારે જો તમે ફેશનને ધ્યાને રાખી પોતાના આઉટફીટના આધારે કપડાની પસંદગી કરો તો તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે.

ખંભા નાના

પહોળા ખંભા મહિલા અને પુરૂષ બંને માટે શરીરને સુંદર લુક આપે છે. પરંતુ, જો તમારા ખંભા સાંકડા છે તો તમારે એવા કપડાની પસંદગી કરવી જોઈએ જેનાથી તમારા ખંભા પહોળા દેખાય. જેના માટે તમે તમારા ખંભા ઉપર સ્ટોલ, સ્કાર્ફ અથવા જ્વેલરીનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત તમે ડોટ શર્ટની પસંદગી કરો જેનાથી તમારા  ખંભા પહોળા દેખાશે. આ ઉપરાંત તમે હંમેશા ધ્યાન રાખો કે તમારા કપડા ટાઈટ ન હોય.

નાનુ કદ

નાના કદવાળા જો લાંબા કપડા પહેરે તો તે વધુ નીચા દેખાય છે. તેથી તમે નાના કપડાની જ પસંદગી કરો. આવા લોકોને સ્પોર્ટ શૂઝ અને સ્પોર્ટ શર્ટ અથવા અન્ય સ્પોર્ટ કપડા વધુ સારા લાગે છે.

લાંબુ કદ

જે લોકોનું કદ લાંબુ હોય છે તેના ઉપર બધા પ્રકારના આઉટફીટ સારા લાગે છે. એમ કહીએ તો તે કોઈ પણ ફેશનને ફોલો કરી શકે છે, તેના પર સારૂ જ લાગે છે.

ભારે શરીર

જે લોકોનું શરીર મોટુ હોય છે. એવા લોકોએ હળવા રંગના કપડાની પસંદગી કરે તો સારા લાગશે. કપડાની પસંદગી કરતી વઅતે એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે કપડા ટાઈટ ન લેવા. જો તમે ટાઈટ કપડા પહેરો છો, તો તમારા શરીરનો મોટાપો નજરે પડશે અને તમને સુંદર લુક નહીં મળે.

 

(10:11 am IST)